ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિભાવાત્મક
પ્રતિભાવાત્મક/પ્રતિક્રિયાત્મક (Conative) : રોમન યાકોબ્સને જણાવેલાં ભાષાનાં છ પ્રયોજનોમાંનું એક. યાકોબ્સનના મત મુજબ સંપ્રેષણમાં સર્જકપક્ષે ભાષાનું કાર્ય સંવેગાત્મક (emotive) અને ભાવકપક્ષે ભાષાનું કાર્ય પ્રતિભાવાત્મક (conative) હોય છે. ભાષાનું પ્રતિભાવાત્મક કાર્ય ભાવકાભિમુખ કે શ્રોતાભિમુખ છે. આજ્ઞાર્થક વાક્ય અને સંબંધોનાં રૂપો દ્વારા ભાષાની પ્રતિભાવાત્મક શક્તિ – ભાવક કે શ્રોતાને પ્રભાવિત કરનારી શક્તિ – પ્રગટ થાય છે.
હ.ત્રિ.