ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિહાસિક
વિહાસિકા(Droll) : મોટેભાગે નૃત્ય તેમજ સંગીત સાથે રજૂ થતો રમૂજી નાટ્યાત્મક ટુકડો. ૧૬૪૯-૬૦માં જ્યારે નાટ્યગૃહો બંધ કરવામાં આવ્યાં હતાં, ત્યારે મેળાવડાઓમાં આવા ટુકડાઓ રજૂ કરવામાં આવતા હતા. આ પ્રકારની વિહાસિકાઓ શુદ્ધિવાદીઓના (puritans) પ્રતિબંધમાંથી છટકવાનાં સૂક્ષ્મ સાધનો હતી. નવી દિલ્હીમાં કટોકટી દરમ્યાન કેટલાંક ‘નુક્કડ-નાટકો’ ભજવાયાં હતાં તેનું સ્વરૂપ વિહાસિકાની નજીકનું છે.
પ.ના.