ધ્વનિ/પ્રેમના મંત્રનું કૈંક ગુંજન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રેમના મંત્રનું કૈંક ગુંજન

પુ.પ્રેમના મંત્રનું કૈંક ગુંજન કીધું,
મુગ્ધ વનહરણ જેવી
તું મારી કને
શાન્ત નત-નેત્ર આવી ઉભી
વિવશ તું,
લુબ્ધ મેં એક ચુંબન લીધું.
સ્ત્રી.નહિ, ને તેં લીધ પિયા!
મેં જ કામણ કીધું.
મારી સૌરભથી પરવશ બની
ભ્રમર સમ
તેં મને મુખનું અમૃત દીધું.}}
પુ.મારી હતી લૂંટ-
સ્ત્રી.મારે અમીઘૂંટ-
પુ.મેં તો લીધી લ્હાણ.
સ્ત્રી.કે તેં દીધું દાન?
પુ.પ્રિય! કર્ગને અનુસરે ફલ.
સ્ત્રી.નહિ નિયતિનો પ્રેમને મંદિરે અમલ.
જ્યાં આપવું-
પુ.એસી અદકેરું તો પામવું .....
ને નહિ કાલનો લેશ વ્યતિક્રમ!
સ્ત્રી. કશું ઉત્તમ!

***

ને ફરી મુગ્ધ
મન ઉભયનાં
અધરનાં પાનમહિં લુબ્ધ.
૧૮-૩-૫૧