ધ્વનિ/એક ફલ એવું

એક ફલ એવું
પુ. ફલ એવું સખી!
જે કઠિન
કિંતુ સ્વાદમાં...
આસ્વાદને જે
નિત્ય અદકેરું બની રે’
મિષ્ટ
ને....
સ્ત્રી. ને?
પુ. પ્રાશન થકી યે જે
ન કિચિત્ પણ બની. રે’
અલ્પ
સ્ત્રી. જેવું સ્વાદ્ય
તેવું અક્ષય!
પુ. એવું અલૌકિક
સ્ત્રી. આપણું એ તો મિલન.

૨૪-૨-૫૧