બાળ કાવ્ય સંપદા/વર્ષારાણી વરસે છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વર્ષારાણી વરસે છે

લેખક : સંજય બાપોદરિયા ‘સંગી’
(1977)

વરસે છે રે વરસે છે !
વર્ષારાણી વરસે છે !
ગરજે છે રે ગરજે છે
મેઘરાજા ગરજે છે !
ઝબકે છે રે ઝબકે છે !
વીજળી ઝબૂક ઝબકે છે !
ગહેકે છે રે ગહેકે છે !
મોરલા ટેહૂંક ગહેકે છે !
લહેરે છે રે લહેરે છે !
વાયુ ઠંડો લહેરે છે !
મહેકે છે રે મહેકે છે !
માટી ભીની મહેકે છે !
દમકે છે રે દમકે છે !
જંગલ-ઝાડવાં દમકે છે !
છલકે છે રે છલકે છે !
નદી-નાળાં છલકે છે !
ભીંજે છે રે ભીંજે છે
બાળકો મન મૂકી ભીંજે છે !
હરખે છે રે હરખે છે !
કૃષીવલ ઉમંગે હરખે છે !
ઘમકે છે રે ઘમકે છે !
ધોરી-ઘૂઘરાં ઘમકે છે !
મલકે છે રે મલકે છે
મોલ-મોલાત મલકે છે !