બાળ કાવ્ય સંપદા/વસંત આવી
વસંત આવી
લેખક : ફિલિપ ક્લાર્ક
(1940-2021)
વસંત આવી વસંત આવી,
ફૂલો લાવી ફોરમ લાવી.
વસંત આવી વસંત આવી.
કેસૂડાના રંગો લાવી,
ઊર્મિ ને ઉમંગો લાવી.
વસંત આવી વસંત આવી.
વૃક્ષો ખીલે ભ્રમર ગુંજે,
આંબા ડાળે કોયલ કૂંજે.
મંજરી લાવી મરવા લાવી,
વસંત આવી વસંત આવી.
વસંત કેરાં ગીતો ગાઈએ,
વસંતને વહાલથી વધાવીએ.
તનને ભાવી મનને ભાવી,
વસંત આવી વસંત આવી.