કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૬. મેં પીધું...
૨૬. મેં પીધું...
મેં પીધું ને તેં ઢોળ્યું
હું ને તું ઉત્તર, દખ્ખણ.
અજવાળું અજવાળું છે
ઓળખીએ ઊછળતી ક્ષણ.
અધવચ્ચે કાપ્યો રસ્તો
પૂછું તો શું પૂછું પણ?
લાગે છે સાદી સીધી
પણ ઊંડી ઊતરે છે ક્ષણ.
એક અગાસી એમ જ છે
ને એમાં ઊભેલું જણ.
૨૯-૦૨-૮૩
(અગિયાર દરિયા, પૃ. ૧૭)