કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૨. જા
૪૨. જા
ખૂબ ખૂબ તડકો ખા
વૃક્ષ! વૃક્ષ! મોટું થા
એક ડાળ સુક્કી છે
એમ થાય તારી ના
ડૂબવા જવું છે ને?
તું કહે તો મારી હા
સૂર્ય છે, અગાસી છે
એમ તારું ગાણું ગા
આજ એમ ઊભો છું
જેમ તું કહે છે, જા.
૧૯૯૭
(મનહર અને મોદી, ૧૯૯૮, પૃ. ૭)