કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૫૧. રસ્તો

૫૧. રસ્તો


હું અટકું તો કદમ સાથે જ અટકી જાય છે રસ્તો,
અને જો દોડતો રહું તો સતત લંબાય છે રસ્તો.
કહે છે જેને મંઝિલ નામ છે રસ્તાના છેડાનું
દિગંતે જઈને પણ ક્યાં શૂન્ય પૂરો થાય છે રસ્તો?

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૮૩)