ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અસંગત
અસંગત
બહાદુરભાઈ વાંક
અસંગત (બહાદુરભાઈ વાંક, ‘પીછો’, ૧૯૮૯) વિરૂપને ભરબજારે કોઈ અજાણ્યો માણસ રેડિયો રિપેરીંગના બાકીના પૈસાની ઉઘરાણી કરતો ગળે પડે છે અને અમુક તારીખ સુધીમાં પૈસા ચૂકવી દેવાની ધમકી આપે છે. વિરૂપ વ્યગ્ર બની જાય છે. અંતે વકીલ સાળા વિજયને સાથે લઈને નિયત દિવસે, નિયત સમયે, નિયત સ્થળે જાય છે. તો પેલો આવતો જ નથી. વિરૂપ પાસે એનું નામ-સરનામું પણ નથી. કલ્પિત ભય માણસને કેવો સકંજામાં લઈ લે છે તેનું રસપ્રદ નિરૂપણ થયું છે.
પા.