ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કોઠો

કોઠો

સુમંત રાવલ

કોઠો (સુમંત રાવલ; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) મરેલી ગાયની પેશાબની કોથળીમાંથી જવલ્લે મળતા અને અસાધ્ય રોગના અકસીર ઇલાજ ગણાતા ગોમેટ માટે કાનાના બાપા અને સૂરજવઉ અધીરાં છે પણ કાનો એને મળેલું ગોમેટ, એની સગાઈ જેની સાથે થઈ છે એ બીમાર સવલી માટે સંતાડી રાખે છે. બાપાએ એને પૂછેલા સવાલ: “કોઠો સાફ કર્યો?”ના ઉત્તરમાં કાનાએ વળતો પૂછેલો સવાલ: “કોઠો? કોનો કોઠો?" ગાયના કોઠાની સાથોસાથ માણસના કોઠાની સફાઈનો સંકેત પણ આપે છે.
ર.