ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જન્મોત્સવ
જન્મોત્સવ
સુરેશ હ. જોષી
જન્મોત્સવ (સુરેશ હ. જોષી; ‘ગૃહપ્રવેશ’, ૧૯૫૬) જન્માષ્ટમીએ વૃંદાવનદાસને ત્યાં એક બાજુ કૃષ્ણજન્મનો રંજન કાર્યક્રમ થાય છે ત્યારે બીજી બાજુ બસસ્ટેન્ડ નજીકના ઝૂંપડામાં માણેકના પેટે જન્મેલા બાળકને એનો પિતા કાનજી ભીખનું સાધન બનાવવા જાણીબૂઝીને અપંગ બનાવે છે. સમાન્તરકથાની નીચે વ્યંગનો મુખર દોર પડેલો જણાય છે.
ચં.