ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પરબીડિયાં
પરબીડિયાં
ઉમાશંકર જોશી
પરબીડિયાં (ઉમાશંકર જોશી; ‘વિસામો’, ૧૯૫૯) વર્ષો પૂર્વે લોકનેતાએ પરબીડિયાનો ભાવ વધવાથી હાથમહેનતે જેલમાં પરબીડિયાં બનાવેલાં. એ બધાંનો હવાલો સંભાળી તાજેતરમાં નેતા બની બેઠેલા જગદીશચંદ્ર સંરક્ષણખર્ચને ભોગે લોકનેતા માટે સ્વાતંત્ર્યકીર્તિ મંદિરની યોજના ઘડે છે અને છેવટે ખર્ચ ટપાલખાતા પર નાખવા સૂચવે છે. પ્રતિભાશીલ લોકનાયકોની ભાવનાનું વિડંબન કેવી રીતે થાય છે એનું આ વાર્તા પ્રગટપણે બયાન કરે છે.
ચં.