ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લીલ
લીલ
કિરીટ દૂધાત
લીલ (કિરીટ દૂધાત; ‘ગૂર્જર અદ્યતન નવલિકાસંચય’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) યુવાન વયે જેનું અવસાન થયું છે એવા અપરિણીત નાયક પાછળ લીલ પરણાવવાનો વિધિ, સામે રહેતી, એનાથી સબીજ થયેલી પણ અન્યત્ર પરણેલી નાયિકાની નજર સામે થઈ રહ્યો છે. એવી પરિસ્થિતિના આલેખન દ્વારા પ્રણયગત શેષ સંબંધનું અહીં કરુણગર્ભ નિરૂપણ થયું છે.
ઈ.