ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લેબીરીન્થ

લેબીરીન્થ

કિશોર જાદવ

લેબીરીન્થ (કિશોર જાદવ; ‘સૂર્યારોહણ’, ૧૯૭૨) એક મૃત્યુઆસન્ન ચેતનાની આસપાસ સ્ટ્રેચર, પથારી, બારી, ચાર્ટ, ઘોડેસવારો, બરફનું તોફાન, ઓળાઓ વગેરે કલ્પનોની ભરમાર દ્વારા ધૂંધળી વાસ્તવિકતાનો અણસાર ઊભો કરાયો છે. ઘટનાને નહીંવત્ કરી ભાષાસંદર્ભ પર વાર્તાને ટકાવવાનો અહીં આત્યંતિક પ્રયોગ થયો છે.
ચં.