ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શ્યામ રંગ સમીપે

શ્યામ રંગ સમીપે

યોગેશ પટેલ

શ્યામ રંગ સમીપે (યોગેશ પટેલ: ‘પગલાંની લિપિ’, ૧૯૮૮) લંડનવાસી યુવકને પરણેલી નવોઢા વિદેશી સંસ્કૃતિ વિશે વિચારે છે. એને પ્લેનમાં રમતું અંગ્રેજ બાળક પૂછે છે : ‘વાય આર યુ ડાર્ક?’ એરપોર્ટ ઊતરતાં એને નિર્વસ્ત્ર કરી વર્જિનિટી ટેસ્ટ - કુંવારાપણાની તપાસ લેવાય છે. બહાર એનાં સાસુ - ‘આવી કાળી તે વળી, શું ઉપાડી લાવ્યો છે’ - કહી સ્વાગત કરે છે. આ ઘટનાવલિની વચ્ચે વચ્ચે વાર્તાકારે રંગભેદને કારણે કાળા-ગોરા દ્વારા થતાં તોફાનો અને ખૂનામરકી મૂક્યાં છે. વિદેશ વસવા જતા ભારતીયોની અવદશાનું નિર્મમ અને કોલાજ શૈલીએ નિરૂપણ થયું છે. ર.
ચં.