ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સેતુ

સેતુ

યોગેશ જોશી

સેતુ (યોગેશ જોશી; ‘હજીયે કેટલું દૂર’, ૧૯૯૩) સાસરિયાના ત્રાસથી કંટાળી, નાનાં બે બાળકોને મૂકીને બહેન-બનેવીને ત્યાં ભાગી આવેલી સુધાને એના બનેવીના પ્રયત્નથી હાઈસ્કૂલમાં નોકરી અને વકીલ દ્વારા છૂટાછેડા મળી જવાની ધરપત મળે છે. પડોશીના છોકરાના રડવાનો અવાજ સાંભળી, સુધાને થાય છે કે પોતાની પુત્રી સેતુ પણ મા વિનાની આમ જ રડતી હશે ને? વિચ્છિન્ન થતા દાંપત્યને બાંધી રાખવામાં સંતાન શી રીતે સેતુ બને તે અહીં નાજુકાઈથી નિરૂપાયું છે.
ર.