ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃત-૨


અમૃત-૨ [ ] : ૩ કડીના ‘અંબાજીનું પ્રભાતિયું’ (મુ.) તથા ૪ કડીની ‘માતાજીની સ્તુતિ’(મુ.)ના કર્તા કોઈ એક જ અમૃત હોય એમ સમજાય છે. ‘અંબાજીનું પ્રભાતિયું’ ભૂલથી અંબાબાઈને નામે પણ નોંધાયેલ છે. કૃતિ : ૧. ભવાઈ(અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]