ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આત્માનંદ બ્રહ્મચારી
આત્માનંદ(બ્રહ્મચારી) - ૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. ‘સહજાનંદસ્વામી-ચરિત્ર’(મુ.)ના કર્તા. આ કવિને નામે નોંધાયેલ ‘લીલાચિંતામણિ’ ઉપર્યુક્ત કૃતિ જ હોવાનો સંભવ છે. કૃતિ : સહજાનંદસ્વામિચરિત્ર, પ્ર. શાસ્ત્રી કૃષ્ણપ્રસાદ દવે, ઈ.૧૯૮૨.[હ.ત્રિ.]