ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવર્ધન


ઉદયવર્ધન [ઈ.૧૬૨૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ૪૧ કડીના ‘ચંદ્રપ્રભ-વિવાહલો’ (લે.ઈ.૧૬૨૮)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ,ફેબ્રુ. ૧૯૪૯ - ‘કતિપય ધવલ ઔર વિવાહલોંકી નયી ઉપલબ્ધિ’, અગરચંદ નાહટા. [હ.યા.]