ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસોમ સૂરિ


ઉદયસોમ(સૂરિ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લઘુતપગચ્છના જૈન સાધુ. આનંદસોમસૂરિના શિષ્ય ‘પર્યુષણાવ્યાખ્યાન-સસ્તબક’ (ર. ઈ.૧૮૩૭) તથા ૪ ખંડના ‘શ્રીપાલ-રાસ’ (ર. ઈ.૧૮૪૨/સં. ૧૮૯૮, આસો-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]