ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિસાગર-કીર્તિસાગર સૂરિ
કીર્તિસાગર/કીર્તિસાગર(સૂરિ) : આ નામે તીર્થંકરાદિનાં કેટલાંક સ્તવનો (મુ.) મળે છે, જેમાં ક્યારેક હિંદી ભાષાનું મિશ્રણ પણ થયેલું છે. તે ઉપરાંત એ નામે ૮ કડીની ‘ચરણકરણસત્તરી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) નામની કૃતિ નોંધાયેલી મળે છે. પણ આ કૃતિઓ કીર્તિસાગર-૧ની છે કે કેમ એ નક્કી થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. શોભન સ્તવનાવલી, પ્ર. ડાહ્યાભાઈ ફૂ. શાહ, મોતીલાલ મ. શાહ, ઈ.૧૮૯૭. સંદર્ભ : લીંહસૂચી. [ર.સો.]