ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણ-કૃષ્ણો


કૃષ્ણ/કૃષ્ણો  : આ નામે ૧૮ કીની ‘વિવેકવણઝારા-ગીત’ (લે.ઈ.૧૬૭૭), ‘એકાદશીમાહાત્મ્ય’ (લે.ઈ.૧૭૭૨), પદો અને ચાબખા એ કૃતિઓ નોંધાયેલી મળે છે જેમાં કેટલીક વાર ‘જનકૃષ્ણ’ એવી નામછાપ મળે છે. આ કૃતિઓના કર્તાની ઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ પૂજાસુત. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]