ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેવળરામ


કેવળરામ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમણે રચેલાં પદોમાંથી કૃષ્ણભક્તિનાં ૩ ગુજરાતી અને ૧ હિંદી પદ(મુ.) મળે છે. કૃતિ : ૧. પુગુસાહિત્યકારો - ૨ પદ; ૨. પ્રાકાસુધા:૨; ૩. બૃકાદોહન : ૮. સંદર્ભ : ગૂહાયાદી. [નિ.વો.]