ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણાકર-૧


ગુણાકર-૧ [ઈ.૧૨૪૦માં હયાત] : એમને નામે નાગાર્જુનકૃત ‘આશ્ચર્યયોગમાલા/યોગરત્નમાલા’ પરની ગુજરાતી ‘અમૃતરત્નાવલીટીકા’ (ર.ઈ.૧૨૪૦) નોંધાયેલી છે. પરંતુ ગુજરાતી ટીકાના કર્તૃત્વનો આધાર સ્પષ્ટ નથી. ગુણાકરે નાગાર્જુનની કૃતિ પર સંસ્કૃતમાં ટીકા (ર.ઈ.૧૨૪૦) રચેલી છે તેનો આ અજ્ઞાતકર્તુક અનુવાદ પણ હોઈ શકે. સંદર્ભ : ડિકૅટલૉગ ભાઈ:૧૬(૧). [ચ.શે.]