ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણ સૂરિ


ગુણ(સૂરિ) : આ નામે ૮ કડીનો ‘ઋષભદેવજી-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૨૪ કડીનું ‘આદિનાથ-વિનતિ-સ્તવન’ મળે છે. આ ગુણસૂરિ કયા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]