ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલાબશેખર


ગુલાબશેખર [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. મેઘશેખરના શિષ્ય. ૫ કડીના ‘ઘૃતકલ્લો-પ્રભુપાર્શ્વનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, ફાગણ વદ ૪, મુ.)ના કર્તા. કૃતિ : જૈરસંગ્રહ. [શ્ર.ત્રિ.]