ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોનુ


ગોનુ [ઈ.૧૫૦૩ આસપાસ સુધીમાં] : જૈન. ચાંદાસુત. વીતરાગધર્મનું માહાત્મ્ય વર્ણવતા ૫ કડીના ૧ ગીત (લે.ઈ.૧૫૦૩ આસપાસ; મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦ - ‘શ્રવાક કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [નિ.વો.]