ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રનંદી


ચારિત્રનંદી : આ નામે ૪ કડીની ‘સ્તુતિ’ (લે.ઈ.૧૮૮૬) મળે છે તેના કર્તા ચારિત્રનંદી-૧ છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]