ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ શિષ્ય


જિનચંદ્ર(સૂરિ)શિષ્ય : ૧૦ કડીની ‘જિનચંદ્રસૂરિ-ચોપાઈ’, ‘ગુર્વાવલીવર્ણના-ચોપાઈ’, ૧૫ કડીની ‘વાડીપાર્શ્વનાથજિન-છંદ’, જિનચંદ્રસૂરિ વિશેનાં પદો તથા ચંદ્રાયણાના કર્તા કયા જિનચંદ્રસૂરિના શિષ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ જીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. જૈમગૂકરચનાએં ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]