ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગરસી
ડુંગરસી [ ]: ૧. શૃંગારી ગીત (મુ.)ના કર્તા. “કસ્તૂરાદિ રાણી પર સેજિ સંભોગિક, ડૂંગરસી પઉદરા”એ પંક્તિમાં ડુંગરસી કર્તાનામ વાંચવું કે કેમ તે પ્રશ્ન રહે છે, તે ઉપરાંત કર્તાને જૈન ગણવામાં આવ્યા છે તેનો શો આધાર છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩ - ‘એક શૃંગારિક ગીત’, સં. મણિલાલ બ. વ્યાસ. [પા.માં.]