ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાશીલ વાચક


દયાશીલ(વાચક) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં વિજયશીલના શિષ્ય. ૧૩૨ કડીની ‘દામનકચોપાઈ’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, જેઠ સુદ ૯), ૩૨ કુંડળિયોની ‘શીલબત્રીસી’ (ર. ઈ.૧૬૦૮), ‘ઈલાચીકેવલી-રાસ/ઈલાપુત્ર-રાસ’ (ર. ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, કારતક વદ ૫, સોમવાર), ૧૧૬ કડીનો ‘ચંદ્રસેન ચંદ્રદ્યોત-નાટકિયા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૧), ૧૨ કડીનું ‘અંતરંગ કુટુંબ-ગીત’, ‘કાયા કુટુંબ સઝાય/ગીત’ અને અન્ય સાર્થ ગીતોના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઈ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી : ૧; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]