ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાના


નાના : આ નામથી ૧૩ કડીના ‘કૃષ્ણના દ્વાદશમાસ’ (મુ.)ના કર્તા તરીકે કોઈ સંદર્ભ શામળભટ્ટના ગુરુ ન્હાના ભટ્ટ હોવાનો તર્ક કરે છે, જ્યારે અન્ય સંદર્ભ તે ઈ.૧૮મી સદીના અમદાવાદના લેઉઆ કણબી હોવાનો તર્ક કરે છે. ‘બૃહત કાવ્યદોહન : ૫’માં મુદ્રિત પદો વિશે કોઈ સંદર્ભ તે ઉદાધર્મસંપ્રદાયના નાના પારેખનાં હોવાનો તર્ક કરે છે, જ્યારે અન્ય સંદર્ભ ઉપરોક્ત અમદાવાદના લેઉઆ કણબી હોવાનો તર્ક કરે છે. આ ઉપરાંત, આ નામથી ‘અંબાજીના સ્થાનકનું વર્ણન’, ૨૨ કડીના ૨ ગરબા, ગણપતિ પાસે ગાવાનો ગરબો, થાળ, ફાગ અને કૃષ્ણ કીર્તનનાં પદો (બધી મુ.) તથા આઠ વાર, તિથિઓ અને મહિના-એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા નાના છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. કવિતા સારસંગ્રહ, પ્ર.શા. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૩. કાદોહન : ૩; ૪. નકાદોહન; ૫. બૃકાદોહન : ૫;  ૬. સમાલોચક, જાન્યુ.-માર્ચ, ૧૯૦૮ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુજૂકહકીકત; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૭. ગૂહાયાદી; ૮. ડિકેટલૉગબીજે; ૯. ડિકેટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]