ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યસાગર


પુણ્યસાગર : જૈન. આ નામે ૯ કડીનું ‘શ્રીજિનચંદ્રસૂરિ-અષ્ટકમ્’ (મુ.), ૧૯ કડીની ‘શીલની નવવાડની સઝાય’ (મુ.), અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૧૯/૨૧ કડીનું ‘કલ્યાણ-સ્તોત્ર/પંચકલ્યાણક-સ્તોત્ર-બારમાસા’ (લે.સં. ૧૭મું શતક અનુ.); ૬ કડીનું ‘અધ્યાત્મિક-ગીત’ (લે.સં. ૧૮મું શતક અનુ.), ૬ કડીનું ‘શંખેશ્વરચંદ્રસૂરિ-અષ્ટકમ્’ના કર્તા પુણ્યસાગર-૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા પુણ્યસાગર છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જિસ્તકાસંદોહ : ૨. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : [શ્ર.ત્રિ.]