ભાકર [ ] : અવટંકે શાહ. કચ્છ અબડાસામાં આવેલા નાડાપા ગામના વતની. રતનબાઈ નામની તેમની શિષ્યા હતી. ભાકરે ઘણી કાફીઓ (૧ મુ.)ની રચના કરી છે. કૃતિ : કચ્છના સંતો, લે. દુલેરાય કારાણી, ઈ.૧૯૭૬ (+સં.).[કી.જો.]