ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિરત્ન
મતિરત્ન [ઈ.૧૭૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દીપચંદની પરંપરામાં દેવચંદ્રના શિષ્ય. ઐતિહાસિક અને કચરાકીકાના સંઘનું વર્ણન કરતી ૫ ઢાળની ‘સિદ્ધાચલ તીર્થયાત્રા’ (ર.ઈ.૧૭૪૮; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૨. પ્રાતીસંગ્રહ; ૩. સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોક્સી, ઈ.૧૯૪૦. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]