ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર
મતિસાગર : આ નામે ૭ કડીનું ‘શીલ-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૩ કડીની ‘સીતારામ/સીતાસતી-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મતિસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]