ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગકુશલ-૧


રંગકુશલ-૧[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં કનકસોમગણિના શિષ્ય. ‘અમરસેન-વયરસેન-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, અસાડ સુદ-), ૪૮ કડીના ‘સ્થૂલભદ્ર-રાસ (શીલવિષયે)’ (ર.ઈ.૧૫૮૮ અને ‘મહાવીર સત્તાવીસભવ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, જેઠ વદ ૧૩)ના કર્તા. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]