ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિકલ્લોલ


લબ્ધિકલ્લોલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, કારતક વદ ૬] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં વિમલરંગ-કુશલકલ્લોલના શિષ્ય. જ્ઞાતિએ શ્રીમાળી. પિતા લાડણ શાહ. માતા લાડિમદે. ભૂજમાં અનશન કરી દેહત્યાગ. જિનચંદ્રસૂરિએ અકબર સાથે કરેલ ધર્મચર્ચા અને અકબર તરફથી એમને મળેલ આદરસન્માનનું વિવિધ દુહાબદ્ધ દેશીઓવાળી ૧૩૬ કડીમાં નિરૂપણ કરતા ‘જિનચંદ્રસૂરિ અકબર પ્રતિબોધ-રાસ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, જેઠ વદ ૧૩; મુ.), ‘રિપુમર્દન (ભુવનાનંદ)-રાસ’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, આસો સુદ ૧૦, ગુરુવાર), ૪૦૪ કડીની ‘કૃતકર્મરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, આસો સુદ ૧૦) તથા ગહૂંલીઓ (૩ મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]