ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વણારશી
વણારશી [ઈ.૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. ‘વણારસીબાપા’ના નામે જાણીતા તલોદ (તા.વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉવા પાટીદાર. નરેરદાસ મહારાજના ભાઈ.ઈ.૧૭૯૫માં નિરાંત મહારાજ પાસથી તેમણે ઉપદેશ લીધેલો. ગુરુમહિમા ગાતાં અને મનને સંબોધતાં પદો (૨ મુ.)ના કર્તા. કૃતિ : ગુમુવાણી. સંદર્ભ : શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ દે. શર્મા, ઈ.૧૯૩૯.[દે.દ.]