ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસનજી-વસીદાસ


વસનજી/વસીદાસ [ઈ.૧૮૪૯ સુધીમાં] : ‘સૂર્યછંદ/સૂર્યનારાયણનો પાઠ/સ્તુતિ’ (લે.ઈ.૧૮૪૯; મુ.) તથા ‘હનુમાનજીનો છંદ’ના કર્તા. ‘સૂર્યનારાયણનો છંદ’ વસંતદાસને નામે મુદ્રિત થયું છે, પરંતુ અન્યત્ર એ વસનજી/વસીદાસને નામે પણ મળે છે. કૃતિ : નકાદોહન : ૩. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ગુહાયાદી; ૫. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]