ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાસાગર સૂરિ ભટ્ટારક-૩


વિદ્યાસાગર(સૂરિ) (ભટ્ટારક)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૭૩૭ કે ૧૭૪૦/સં.૧૭૯૩ કે સં. ૧૭૯૬, કારતક સુદ ૫] : અંચલગચ્છના જૈન સાધુ. આચાર્યપદ ઈ.૧૭૦૬માં. અવસાન પાટણમાં. મૂળ દેવેન્દ્રસૂરિના ૫૦ કડીના ‘સિદ્ધપંચાશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં પ્રસ્તુત કૃતિના કર્તાનું નામ વિદ્યાનંદસાગર(સૂરિ) મળે છે. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્યજી અને અન્ય, ઈ.૧૯૬૦;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]