ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલા બાપા


વેલા(બાપા) [ ] : સંતકવિ. જ્ઞાતિએ કોળી. જૂનાગઢ બાજુના વતની હોવાની સંભાવના. તેઓ વાઘનાથના શિષ્ય હોવાનું સમજાય છે. એમના જીવનમાં બનેલા અનેક ચમત્કાર નોંધાયા છે. તેમનાં જૂનાગઢમાં સં. ૧૯૯૭માં ‘હિંદવાણું રાજ’ સ્થપાશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારતું ૬ કડીનું ‘આગમ’(મુ.) તથા ૭ કડીનું વૈરાગ્યબોધનું પદ(મુ.) એમ ૨ પદ મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ની આ. (+સં.).[શ્ર.ત્રિ.]