ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુરત્ન-૧


સાધુરત્ન-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૦૦ ગ્રંથાગ્રની ‘નવતત્ત્વવિવરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૦૦ આસપાસ) તથા સંસ્કૃતમાં ‘યતિજિતકલ્પવૃત્તિ’ (ર.ઈ.૧૪૦૦) અને ‘નવતત્ત્વ-અવચૂરિ’ નામની કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ :  ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]