ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરવિજ્ય


સુંદરવિજ્ય : આ નામે ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન(ગોડી)’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ૨૩ કડીની ‘ગુણઠાણ-સઝાય’ (લે.સં.૧૮મી સદી) મળે છે તે સુંદરવિજ્ય-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]