ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યસાગરશિષ્ય
સૌભાગ્યસાગરશિષ્ય [ઈ.૧૪૫૨માં હયાત] : લબ્ધિસાગરસૂરિની પરંપરાના વડતપગચ્છના જૈન સાધુ. વસ્તુ, દુહા, ચોપાઈ વગેરે છંદોની ૪ ઢાળમાં વિભક્ત ૫૧ કડીના ‘ચંપકમાલા-રસ’ (ર.ઈ.૧૪૫૨/સં. ૧૫૦૮, આસો સુદ ૭)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [કી.જો.]