ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યલિંગ
કાવ્યલિંગ : તર્કન્યાયમૂલક અલંકાર. જ્યારે કોઈ ઘટનાનો હેતુ વાક્ય રૂપે કે કાવ્ય રૂપે નિરૂપવામાં આવે છે ત્યારે કાવ્યલિંગ અલંકાર બને છે. અહીં હેતુ ગમ્ય હોય છે, વાચ્ય નહિ. જેમકે ‘‘હે મંદબુદ્ધિ કામદેવ! તું જિતાઈ ગયો છે, (કારણકે) મારા ચિત્તમાં ત્રિલોચન અર્થાત્ ભગવાન શિવ છે.’’
જ.દ.