ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાકાવ્ય રંગમંચ


મહાકાવ્ય રંગમંચ(Epic Theatre) : બર્તોલ્ત બ્રેસ્ત દ્વારા રંગભૂમિની પોતાની આગવી વિભાવનાને ઓળખાવવા માટે પ્રયોજાયેલી આ સંજ્ઞા છે. આ સંજ્ઞા એવાં નાટકોનું સૂચન કરે છે જે નાટકો મહાકાવ્યમાં ઉપલબ્ધ વસ્તુલક્ષિતા અને તાટસ્થ્યથી તેમના વિષયને રજૂ કરે છે તથા તે દ્વારા પ્રેક્ષકના ભાવાત્મક પ્રતિભાવને નકારી તેના તટસ્થ, વૈચારિક પ્રતિભાવની તક ખુલ્લી રાખે છે. પ.ના.