તારાપણાના શહેરમાં/રાત, પ્રતીક્ષા
રાત, પ્રતીક્ષા
રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું
શ્રદ્ધા જેવા લયથી ડોલું
હું ઝાકળના શહેરનો બંદી
બોલ, કયો દરવાજો ખોલું?
થાય સજા પડઘા-બારીની
ત્યાં જ તમારું નામ ન બોલું
આવરણોને કોણ હટાવે?
રૂપ તમારું આખાબોલું!
સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો …. તો આંખો ખોલું