પરોઢ થતાં પહેલાં/-


જ્યાં પડછાયા સઘન પથરાયા હોય

ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે

તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ

આછોયે સુણાવી શકે.

જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે

આસ્વાદી જોયું હોય,

તેઓ જ બજેલા કે બોલાયેલા

પવન-પાતળા સૂરને પકડી શકે,

તળાવડીએ જે પ્રતિબિંબને

પળ એકમાત્ર ઝીલેલાં

તેને રાખો જતને જાળવી!

આ પાર અને પેલે પાર

સ્વરો ન બને જ્યાં
શાશ્વત અને શુદ્ધ

– રાઇનર મારિયા રિલ્કે


ચિંડીદાસ કહ શુન વિનોદિની,
સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
સુખેર લાગિયા જે કરે પીરતિ
દુઃખ જાય તારઈ ઠાંઈ.